Gurjar Granth Ratna Karyalaya

‘વાસરિકા’ આપણા સ્નેહસંબંધનું સરનામું છે. દર વર્ષે ‘વાસરિકા’ નિમિત્તે આપણો સ્નેહસંબંધ રિચાર્જ થતો રહે છે. આ વખતે વર્ષભરના વિશિષ્ટ દિવસો-પર્વોની માહિતી ઉપરાંત, આરોગ્યની માવજતનું દિશાદર્શન આપતા નુસખાઓથી ‘વાસરિકા’નું પ્રત્યેક પાનું તંદુરસ્તી અને તાજગીની સરવાણી જેવું બનાવ્યું છે. ઈ.સ. 2014નું વર્ષ આપના જીવનને આરોગ્ય-સમૃદ્ધ બનાવે તેવી શુભેચ્છાઓ સાથે...

ગૂર્જરની ગૌરવયાત્રાના માઇલસ્ટોન્સ

 • આપ જાણો છો કે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય એટલે શતાબ્દીની સમીપ પહોંચેલી પાવન સાહિત્યયાત્રા અને ત્રણ-ત્રણ પેઢીઓની તપશ્ચર્યાનો વિકાસગ્રાફ. કચ્છ-વાગડના ફત્તેહગઢ ગામના રહેવાસી બે ભાઈઓ શંભુભાઈ અને ગોવિંદભાઈએ ઈ. સ. 1927માં માદલપુર (પાલડી)ના નિવાસસ્થાનેથી ‘એસ. જે. શાહ’ નામે પ્રકાશક તરીકે જેનું બીજ વાવ્યું તે પ્રકાશનસંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો પરિચય આપવા માટે બૃહદ્ ઇતિહાસ લખવો પડે. અહીં તેની માત્ર હાઇલાઇટ્સ રજૂ કરીએ છીએ :
 • ગૂર્જર સાથે જોડાનાર પ્રથમ સાહિત્યકાર ધૂમકેતુ હતા. ત્યાર બાદ 1932-33માં ઝવેરચંદ મેઘાણી અને 1940ની આસપાસ ક. મા. મુનશી જોડાયા.
 • ધીરજલાલ ટોકરશી શાહે અમદાવાદ છોડી મુંબઈ વસવાનું નક્કી કર્યું ત્યારે પોતાનું મુદ્રણાલય પં. ભગવાનદાસ (બેચરદાસના ભાઈ) તથા ગૂર્જરને સોંપ્યું તેમણે મુદ્રણાલયનું નામ ‘શારદા મુદ્રણાલય’ રાખ્યું.
 • ધૂમકેતુ તથા જયભિખ્ખુની આગેવાનીમાં શારદા મુદ્રણાલય ખાતે સાહિત્યકારોનું મિલનસ્થાન બન્યું, ‘ચા-ઘર’ સ્થપાયું.
 • 1967-68માં શંભુભાઈ અને ગોવિંદભાઈનું ટૂંકા સમયાંતરે અવસાન થતાં, ગોવિંદભાઈના પુત્રો કાંતિભાઈ અને ડો. પ્રકાશભાઈના સહયોગથી ઠાકોરભાઈ અને મનુભાઈએ કારોબાર સંભાળ્યો.
 • 1980માં પતાસાપોળ સામે દુકાન કરી.
 • 1982માં 26મી જાન્યુ.થી રતનપોળના નાકા સામે ગૂર્જર સાહિત્યભવન નામે અત્યંત વિશાળ શો-રૂમ શરૂ કર્યો. અહીં દરરોજ સેંકડો સાહિત્યપ્રેમીઓ પધારે છે અને શિષ્ટ-વિશિષ્ટ પુસ્તકોની ખરીદી કરે છે.
 • 1988માં ઠાકોરભાઈનું અવસાન થતાં મનુભાઈએ સઘળી જવાબદારી સ્વીકારી.
 • 1990માં ડો. પી. જી. શાહ દ્વારા એક્યુપંક્ચર હોસ્પિટલ તથા વિક્રમ કમ્પ્યુટર સેન્ટરની સ્થાપના.
 • 1991-92માં ગૂર્જરે શૈક્ષણિક સાહિત્ય-પ્રકાશનનો આરંભ કર્યો અને તે માટે ગૂર્જરની એક વિશિષ્ટ સહયોગી સંસ્થા ‘ગૂર્જર પ્રકાશન’નો પ્રારંભ થયો.
 • 1995થી શૈક્ષણિક સાધનો, ફર્નિચર, નકશા-ચાર્ટના ઉત્પાદન માટે ‘નિર્માણ’ની સ્થાપના.
 • 1995માં અનડા પ્રકાશનની સાથે રહીને અક્ષરા પ્રકાશનનો પ્રારંભ કર્યો અને તે દ્વારા ઉત્કૃષ્ટ પુસ્તકોનું પ્રકાશન કર્યું.
 • 2002માં ગૂર્જર અને તેની સહયોગી પ્રકાશન સંસ્થાઓ દ્વારા પ્રગટ થતાં પુસ્તકોના કંપોઝ-ટાઇટલ ડિઝાઇન વગેરે કામ માટે શારદા મુદ્રણાલયનું પંચવટી, તિલકરાજ બિલ્ડંગિમાં સ્થળાંતર થયું જે આજે વ્યાપકસ્વરૂપે કાર્યરત છે.
 • 2003માં ગૂર્જર પ્રકાશનની વ્યાપક બનતી જતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેના માટે પણ તિલકરાજ બિલ્ડંગિમાં નવું કાર્યાલય શરૂ કર્યું.
 • 2003માં સેટેલાઇટ વિસ્તારમાં સહજાનંદ કોલેજ પાસે સંસ્કાર સાહિત્ય મંદિરના નામથી અમદાવાદમાં નવાં પુસ્તક-પ્રાપ્તિસ્થાનનો પ્રારંભ કર્યો.
 • 2005માં અમૃતોત્સવ અંતર્ગત, એકસાથે 103 લેખકોનાં 175થી પણ વધુ પુસ્તકોનું પ્રકાશન કરીને ગૂર્જરે વિશ્વવિક્રમરૂપ ઘટનાને આકાર આપ્યો.
 • 2005માં પ્રવીણ પ્રકાશન, અનડા પ્રકાશનની સાથે મળીને સુરત ખાતે ‘ધ બુક પોઇન્ટ’ નવો શો-રૂમ શરૂ કર્યો.
 • 2008માં ગૂર્જર ચેસ એકેડેમીની સ્થાપના થઈ. તમામ શાળા-કોલેજમાં ચેસની રમતનું શિક્ષણ શ્રી ધીમંત શાહના માર્ગદર્શન અંતર્ગત આપવાનો પ્રારંભ.
 • 2013માં સેટેલાઈટ વિસ્તારમાં ‘ગૂર્જર સાહિત્ય પ્રકાશન’ અંતગર્ત ગુજરાતી ઉપરાંત હિન્દી-અંગે્રજી પુસ્તકોના નવા શો-રૂમનો આરંભ.
 • અત્યારે ત્રીજી પેઢી પણ સામેલ છે : કાન્તિભાઈના પુત્રો પંકજભાઈ અને નંદનભાઈ. ઠાકોરભાઈના પુત્ર અમરભાઈ, મનુભાઈના પુત્ર ઉલ્લાસભાઈ તથા પ્રકાશભાઈના પુત્ર ધીમંતભાઈ.
 • ‘ગરવું ગૂર્જર સાહિત્ય’ અને ‘સહજ બાલઆનંદ’ જેવાં સામયિકોનું પ્રકાશન પણ ગૂર્જર દ્વારા થાય છે.
 • આમ ગૂર્જરના વટવૃક્ષમાં નવી નવી શાખાઓ ઉમેરાતી રહી. આપના સહયોગથી ગૂર્જરની વિકાસકૂચ વણથંભી રહી છે. ગુજરાતી ગ્રથોનું પ્રકાશન કરતી વિવિધ સંસ્થાઓમાં ગૂર્જરનું નામ સૌથી અધિક ગૌરવવંતુ હોવાનું આપ સૌ કહો છો, ત્યારે અમારી નિષ્ઠા અને જવાબદારી પ્રત્યે વધુ સજાગ બનવાની અમને પ્રેરણા મળે છે.

ગૂર્જરનો ગૌરવશાળી સર્જક-પરિવાર

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

અરુણા જાડેજા

આચાર્ય વાત્સલ્યદીપ

ઇલા આરબ મહેતા

ઉમાશંકર જોશી

ઉષાબહેન જોશી

ડો. ઊર્મિલા શાહ

ઊર્વીશ કોઠારી

ક. મા. મુનશી

કલ્પના દેસાઈ

કાંતિલાલ કાલાણી

કિશનસિંહ ચાવડા

કિશોર ગૌડ

કુમારપાળ દેસાઈ

કે. કા. શાસ્ત્રી

કેશુભાઈ દેસાઈ

ગિજુભાઈ બધેકા

ગુણવંતરાય આચાર્ય

ચિમનલાલ ત્રિવેદી

ચંદ્રકાંત ટોપીવાલા

ડો. ચંદ્રકાંત મહેતા

ચંદ્રકાંત શેઠ

ચંદ્રવદન મહેતા

ચંદ્રહાસ ત્રિવેદી

જનક દવે

જયવદન પટેલ

જયંત કોઠારી

જશવંત મહેતા

જશવંત ઠાકર

જોરાવરસિંહ જાદવ

જ્યોતીન્દ્ર દવે

ઝવેરચંદ મેઘાણી

કવિ ડાહ્યાભાઈ પટેલ

મુનિ હિતવિજયજી મ.

મોહમ્મદ માંકડ

યશવંત મહેતા

રમણભાઈ નીલકંઠ

ધૂમકેતુ

ધ્રુવ ભટ્ટ

નગીનદાસ પારેખ

નસીર ઇસ્માઈલી

નાનાભાઈ હ. જેબલિયા

નિરંજન ત્રિવેદી

નિરંજન ભગત

નીતિન વડગામા

ન્હાનાલાલ કવિ

નંદશંકર મહેતા

નંદિતા જોશી

પરાજિત પટેલ

પરંતપ પાઠક

પ્રવીણ ગઢવી

પ્રવીણ દરજી

પ્રસાદ બ્રહ્મભટ્ટ

પ્રેમનાથ મહેતા

પ્રેમશંકર ભટ્ટ

ફાધર વાલેસ

બબાભાઈ પટેલ

બી. કેશરશિવમ્

પં. બેચરદાસ દોશી

બેન્જામીન સુવાર્તિક

બેલા ઠાકર

બંસીધર શુક્લ

ભગવતીકુમાર શર્મા

ભદ્રાયુ વછરાજાની

ભરત ના. ભટ્ટ

મધુસૂદન પારેખ

મહેન્દ્ર ત્રિવેદી

મહેન્દ્ર મેઘાણી

મહેબૂબ દેસાઈ

માણેકભાઈ પટેલ ‘સેતુ’

માલતી દેસાઈ

માવજી કે. સાવલા

મુકુંદ મહેતા

મૃદુલા મારફતિયા

રમેશ દવે

રશ્મિન્ મહેતા

રવીન્દ્ર ઠાકોર

રાઘવજી માધડ

રાજેન્દ્ર જે. જોશી

રામચંદ્ર પટેલ

રિઝવાન કાદરી

રોહિત શાહ

રોહિત શુક્લ

રંજના હરીશ દ્વિવેદી

વિકાસ ઘનશ્યામ નાયક

વિજય શાસ્ત્રી

વિનોદ ભટ્ટ

વિનોદ મેઘાણી

શયદા

શરદ ઠાકર

શરીફા વીજળીવાળા

શાંતિકુમાર પંડ્યા

શિવદાન ગઢવી

શિશિર રામાવત

દક્ષાબહેન વ્યાસ

દક્ષિણકુમાર જોશી

દર્શના ધોળકિયા

દલપત ચૌહાણ

દલસુખભાઈ માલવણિયા

દિનેશ દેસાઈ

દિનેશ પાંચાલ

દિલીપ રાણપુરા

દુલા ભાયા કાગ

દુલેરાય કારાણી

દુષ્યંત પંડ્યા

દોલત ભટ્ટ

દોલતભાઈ દેસાઈ

ધીરજલાલ ધ. શાહ

ધીરુબહેન પટેલ

ધીરુભાઈ ઠાકર

રમણલાલ સોની

શૈલેશ ઠાકર

શ્રદ્ધા ત્રિવેદી

શ્રીકાંત ત્રિવેદી

સત્યમ્

સુકન્યા ઝવેરી

પંડિત સુખલાલજી

સુધાબહેન મુનશી

સુધા શાહ

સુધીર દેસાઈ

સુન્દરમ્

સ્નેહરશ્મિ

સ્મિતા ભાગવત

સ્વાતિ જોશી

સ્વામી અધ્યાત્માનંદજી

સ્વામી આનંદ

સ્વામી સચ્ચિદાનંદજી

હમીદ કુરેશી

હરસુખ થાનકી

હરિકૃષ્ણ પાઠક

હરેશ ધોળકિયા

હર્ષ બ્રહ્મભટ્ટ

હર્ષદ કામદાર

હર્ષિદા રામુ પંડિત

હસમુખ દોશી

હસમુખ પટેલ

હસુ યાજ્ઞિક

હિમાંશી શેલત

હેમંત દેસાઈ

ધીરેન્દ્ર મહેતા

યાસીન દલાલ

યોગેશ જોશી

રઘુવીર ચૌધરી

રજની વ્યાસ

રણજિત પટેલ ‘અનામી’

રતિલાલ દી. દેસાઈ

રતિલાલ બોરીસાગર

રતિલાલ સાં. નાયક